સાવરકુંડલાની કે.કે. મહેતા સરકારી હોસ્પિટલ ખાતે ૧૨ મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય ર્નસિંગ દિવસ’ની અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ પ્રસંગે હોસ્પિટલના અધિક્ષક ડા. વિવેક તરસરીયા, ડા. માલવિકા મેડમ તથા આસિસ્ટન્ટ ર્નસિંગ મેટ્રન સોનલબેન ચારેલ અને મીનાબેનની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં અંદાજે ૫૦ સ્ટાફ નર્સ, ૪૦ ર્નસિંગ વિદ્યાર્થીનીઓ, ૩૦ સફાઈ કર્મચારીઓ અને ૧૦ તબીબોએ જોડાઈને ર્નસિંગ સેવાનું મહત્વ સમજાવ્યું હતું. આ અવસરે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું હતુ.