રાજુલા તાલુકાના મોટી ખેરાળી ગામે ખેતરમાં કામ કરી રહેલા ચાર લોકો પર અચાનક મધમાખીઓના ઝુંડે હુમલો કરતાં ચારેયને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોમાં નરેશભાઈ ખોડાભાઈ બારીયા (ઉ.વ.૩૦), હર્ષલભાઈ નરેશભાઈ બારીયા (ઉ.વ. ૧૩), ભરતભાઈ ખોડાભાઈ બારીયા (ઉ.વ. ૩૦) અને રૂપાલીબેન ભરતભાઈ બારીયા (ઉ.વ. ૨૮)નો સમાવેશ થાય છે. ચારેય મોટી ખેરાળીના રહેવાસી છે. ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામને રાજુલાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.