ગારિયાધાર રોડ પર શાખપુર ગામના ગેટથી દોઢ કિલોમીટર દૂર એક બેફામ ફોરવ્હીલ કાર ચાલકે બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર યુવાન પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. લીલીયા તાલુકાના સનાળીયા ગામના રાજુભાઈ ભોળાભાઈ વેકરિયા પોતાના પુત્ર રૂત્વીક અને પુત્રી હેતલબહેન સાથે બાઇક (ય્ત્ન-૩૮-છ-૭૫૫૯) પર ગારિયાધારના ઠાસા ગામે જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી ફોરવ્હીલ કાર (ય્ત્ન-૦૫-ઇ્-૬૩૯૯) બાઇકના હેન્ડલ સાથે અથડાઈ હતી.ટક્કર વાગતા ત્રણેય રસ્તા પર પટકાયા હતા. આ દરમિયાન કારનું ટાયર પુત્ર રૂત્વીકના માથા પર ફરી વળતા ગંભીર ઇજાને કારણે તેનું મોત થયું હતું, જ્યારે પિતા રાજુભાઈને જમણા હાથે ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી કાર ચાલક વાહન લઈ ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.








































