ઈડીના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા વરિષ્ઠ સપા નેતા આઝમ ખાનની જામીન અરજી પર સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે તેમને ૧૦ દિવસ માટે ગાઝિયાબાદ જેલમાં મોકલ્યા છે. અરજી પર આગામી સુનાવણી હવે ૨૬ નવેમ્બરે થશે. આઝમ ખાન હાલમાં ઈડી રિમાન્ડ પર છે. તેમના કસ્ટડી રિમાન્ડ આજે સાંજે ૭ઃ૩૦ વાગ્યે સમાપ્ત થાય છે.ઉલ્લેખનીય છે કે આઝમ ખાનને ૩૧ ઓક્ટોબરે રામપુર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની મુક્તિ પછી તરત જ, ઈડીએ તેમની ધરપકડ કરી અને તેમને ગાઝિયાબાદ લઈ ગયા. ત્યાં તેમને ડાસના જેલમાં રાખવામાં આવ્યા.આઝમ ખાને અગાઉ મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જાયમલ્યા બાગચીની બેન્ચે અરજીની સીધી સુનાવણી કરી અને કેસ અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કર્યો. સુપ્રીમ કોર્ટે સુનાવણીના દિવસે જ હાઇકોર્ટને આઝમની અરજી પર વચગાળાનો આદેશ આપવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ઈડી કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે આઝમ ખાન સામેની કાર્યવાહી દુર્ભાવનાપૂર્ણ ઇરાદાથી કરવામાં આવી હતી.નોંધનીય છે કે તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીના રાષ્ટÙીય મહાસચિવ આઝમ ખાને ડાસના જેલમાં બંધ આઝમ ખાનની મુલાકાત લીધી હતી. ઈડી ટીમે ભૂતપૂર્વ મંત્રી આઝમ ખાનને તેમની ચાર દિવસની પોલીસ કસ્ટડી દરમિયાન આશરે ૮૦ પ્રશ્નો પૂછ્યા છે.આઝમ ખાન ઉત્તર પ્રદેશની રામપુર વિધાનસભા બેઠક પરથી ૧૦ વખત ધારાસભ્ય ચૂંટાયા છે. તેમણે ૧૯૮૦ માં તેમની પહેલી ચૂંટણી જીતી હતી. દ્વેષપૂર્ણ ભાષણના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ ઓક્ટોબર ૨૦૨૨ માં તેમનું સભ્યપદ સમાપ્ત કરવામાં આવ્યું હતું.