વિવિધ બળાત્કાર કેસોમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સ્વ-ઘોષિત ગોડમેન આસારામને હજુ સુધી સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે જાધપુર બળાત્કાર કેસમાં રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને પડકારતી આસારામની અરજી પર શિયાળુ વેકેશન પછી સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટે એ પણ નોંધ્યું છે કે આસારામે ૨૬ ઓક્ટોબરે પેરોલ સમાપ્ત થયા પછી સંબંધિત અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
મંગળવારે, ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચ આસારામની અરજી પર સુનાવણી કરી રહી હતી. બેન્ચે કહ્યું, “અમે શિયાળુ વેકેશન પછી તરત જ આ મામલાની સુનાવણી કરીશું.” સુપ્રીમ કોર્ટ ૪ જાન્યુઆરીએ શિયાળુ વેકેશન પછી ફરી ખુલશે.
બેન્ચે એ પણ નોંધ્યું હતું કે ૨૦૧૩ના ગાંધીનગર બળાત્કાર કેસમાં દોષિત ઠેરવવામાં આવેલી આસારામની સજા અને સજા સામેની અપીલ હજુ પણ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.જાધપુર અને ગાંધીનગરમાં નોંધાયેલા અલગ-અલગ બળાત્કારના કેસોમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે અગાઉ રજિસ્ટ્રીને રાજસ્થાનની નીચલી કોર્ટમાંથી ડિજિટલ અને કાગળના રેકોર્ડ સહિત કેસ રેકોર્ડ મંગાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ રેકોર્ડની નકલ અરજદાર, રાજ્ય સરકાર અને પીડિતાને પણ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
૨૦૨૩માં, નીચલી કોર્ટે ગુજરાતના ગાંધીનગરમાં નોંધાયેલા એક કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપ હતો કે તેણે ૨૦૦૧ થી ૨૦૦૬ દરમિયાન અમદાવાદમાં તેના આશ્રમમાં એક શિષ્ય પર વારંવાર બળાત્કાર કર્યો હતો. આ કેસમાં એફઆઈઆર ૨૦૧૩માં દાખલ કરવામાં આવી હતી. આસારામની દોષિત ઠેરવવામાં આવેલી સજા અને સજા સામેની અપીલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
૨૭ મેના રોજ, રાજસ્થાન હાઈકોર્ટે જાધપુર કેસમાં આસારામની દોષિત ઠેરવવામાં આવેલી સજા અને આજીવન કેદની સજાને સમર્થન આપ્યું હતું. જાકે, કોર્ટે તેમને ભારતીય દંડ સંહિતા અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ કાયદા હેઠળ ગેંગરેપના આરોપોમાંથી મુક્ત કર્યા.હાઇકોર્ટે આસારામને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ કાયદાની કલમ ૫/૬ હેઠળના આરોપોમાંથી મુક્ત કર્યા. તેમને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦મ્ હેઠળ પણ મુક્ત કરવામાં આવ્યા, જે ગુનાહિત કાવતરું સંબંધિત છે.૨૫ એપ્રિલ, ૨૦૧૮ ના રોજ, રાજસ્થાનની એક નીચલી કોર્ટે આસારામને તેના આશ્રમમાં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થી પર જાતીય હુમલો કરવાના ગુનામાં દોષિત ઠેરવ્યા. કોર્ટે તેમને ભારતીય દંડ સંહિતા, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમ અને કિશોર ન્યાય અધિનિયમની વિવિધ કલમો હેઠળ આજીવન કેદની સજા ફટકારી. રાજસ્થાન હાઈકોર્ટે ૨૭ મેના રોજ આ દોષિત ઠેરવવામાં આવી અને સજાને સમર્થન આપ્યું, જેને આસારામે હવે સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.







































