ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રથમ મેચ ૧૯ નવેમ્બરે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઇન્ડિયાએ આ પ્રવાસમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે, ટી ૨૦ શ્રેણી ૩-૨ અને વનડે શ્રેણી ૩-૧થી જીતી છે. ભારતીય ટીમ હવે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં આ ગતિ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ શ્રેણી કેપ્ટન શુભમન ગિલ માટે પણ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે ન્યૂઝીલેન્ડમાં ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ રેકોર્ડ ખરાબ રહ્યો છે. વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમના રેકોર્ડ પર નજર કરીએ તો, તેઓએ ત્યાં અત્યાર સુધીમાં આઠ ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ફક્ત એક જ જીતી છે.
જા આપણે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ રેકોર્ડ વિશે વાત કરીએ, તો તેઓએ કુલ આઠ ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ફક્ત એક જ જીતી છે અને પાંચ હાર્યા છે. વધુમાં, બે ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ટીમ ઇન્ડિયાએ છેલ્લે ૫૮ વર્ષ પહેલાં આ સ્ટેડિયમ ખાતે ટેસ્ટ મેચ જીતી હતી, જ્યારે તેઓએ ૧૯૬૮માં અહીં પોતાનો પહેલો ટેસ્ટ મેચ રમ્યો હતો, જેમાં ૮ વિકેટથી જીત મેળવી હતી. ટીમ ઈÂન્ડયાએ ૨૦૨૦માં વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમ ખાતે પોતાનો છેલ્લો ટેસ્ટ મેચ રમ્યો હતો, જેમાં ૧૦ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમમાં યજમાન ન્યૂઝીલેન્ડનો ટેસ્ટ રેકોર્ડ બહુ સારો નથી. તેઓએ અત્યાર સુધીમાં ૭૦ ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ૨૪ જીતી છે અને ૨૨ હાર્યા છે. ૨૪ મેચ ડ્રો રહી છે. ન્યૂઝીલેન્ડે આ સ્ટેડિયમમાં રમેલી છેલ્લી પાંચ ટેસ્ટ મેચમાંથી, તેઓએ ત્રણ જીતી છે અને બે હાર્યા છે.












































