પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક અગ્રણી અમેરિકન નેતાઓની હત્યાનું કાવતરું ઘડવા બદલ ૨૭ વર્ષ અને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ૪૮ વર્ષીય મર્ચન્ટને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ માટે કામ કરતી વખતે હત્યાનું આયોજન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. બ્રુકલિન ફેડરલ કોર્ટમાં યુએસ ડિસ્ટ્રક્ટ જજ એરિક આર. કોમિટીએ તેમને ૩૩૦ મહિનાની જેલની સજા ફટકારી હતી. માર્ચ ૨૦૨૬ માં, એક ફેડરલ જ્યુરીએ તેમને આતંકવાદના કૃત્યના કાવતરા અને ભંડોળના ઉપયોગ સાથે સંકળાયેલી હત્યાના પ્રયાસના આરોપમાં દોષિત ઠેરવ્યા હતા.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર, આસિફ મર્ચન્ટ ઈરાનના આઇઆરજીસીનો પ્રશિક્ષિત કાર્યકર્તા હતો. તે સ્વેચ્છાએ સંગઠનમાં જાડાયો અને ગુપ્તચર પ્રવૃત્તિઓમાં તાલીમ મેળવી. ત્યારબાદ તેમને અમેરિકન અધિકારીઓની હત્યા કરવા માટે લોકોને શોધવા અને ચૂકવણી કરવાનું કામ સોંપવામાં આવ્યું. યુએસ એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે જણાવ્યું હતું કે,”એક ઈરાની એજન્ટ રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યાનું કાવતરું અંજામ આપવા માટે યુનાઇટેડ સ્ટેટ્‌સ આવ્યો હતો. તેને તેના ગુનાઓ માટે યોગ્ય સજા મળી છે.”
બ્લેન્ચે જણાવ્યું હતું કે ન્યાય વિભાગ અમેરિકન નેતાઓ વિરુદ્ધ વિદેશી આતંકવાદી કાવતરાઓને સહન કરશે નહીં અને જ્યાં સુધી જવાબદારોને જવાબદાર ઠેરવવામાં ન આવે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રાખશે.તપાસમાં જાણવા મળ્યું હતું કે મર્ચન્ટ માનતા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પ આ કાવતરાનું મુખ્ય લક્ષ્ય હશે. જા કે, તેમણે સંભવિત લક્ષ્યો તરીકે તત્કાલીન રાષ્ટ્રપતિ જા બિડેન અને સંયુક્ત રાષ્ટ્રમાં ભૂતપૂર્વ યુએસ રાજદૂત નિક્કી હેલીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે સમયે, બંને યુએસ રાષ્ટÙપતિ પદના ઉમેદવારો હતા. યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બદલો લેવાના હેતુ તરીકે આ કાવતરા પાછળ ઈરાનનો હાથ હતો. ઈરાન તેના ભૂતપૂર્વ આઇઆરજીસી કમાન્ડર, કાસેમ સુલેમાનીના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો. જાન્યુઆરી ૨૦૨૦ માં યુએસ ડ્રોન હુમલામાં સુલેમાની માર્યો ગયો હતો.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની પ્રેસ રિલીઝ અનુસાર, મર્ચન્ટને ૨૦૨૨ ની આસપાસ દ્વારા ભરતી કરવામાં આવ્યો હતો. તે સમયે, તે ધાર્મિક યાત્રાઓ માટે ઈરાન જવાનું શરૂ કર્યું હતું. એક સંબંધી દ્વારા, તેનો પરિચય આઇઆરજીસી હેન્ડલર યુસુફ મેહરદાદ સાથે થયો હતો. ત્યારબાદ, ૨૦૨૩ થી શરૂ કરીને, લગભગ દોઢ વર્ષના સમયગાળામાં, મર્ચન્ટ ઈરાનની રાજધાની તેહરાનમાં તેના હેન્ડલર સાથે લગભગ ૧૫ વખત મળ્યો. આ બેઠકો દરમિયાન, તેને ગુપ્તચર પ્રવૃત્તિઓથી કેવી રીતે બચવું અને તેની ઓળખ છુપાવવી તે શીખવવામાં આવ્યું હતું. તેને યુનાઇટેડ સ્ટેટ્‌સની મુસાફરી કરવા અને ત્યાં સરકારી અધિકારીઓની હત્યાનું કાવતરું ઘડવાની પણ સૂચના આપવામાં આવી હતી.મર્ચન્ટને ખાસ કરીને હત્યા માટે ગુનેગારો અથવા માફિયા સાથે સંકળાયેલા વ્યક્તિઓને રાખવાની સૂચના આપવામાં આવી હતી. યોજના અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્‌સમાં રાજકીય રેલી દરમિયાન એક નેતાની હત્યા કરવામાં આવશે. ટ્રાયલ દરમિયાન, મર્ચન્ટે તેની જુબાનીમાં સ્વીકાર્યું કે તે માનતો હતો કે ટ્રમ્પ કાવતરાનો અંતિમ લક્ષ્ય હતો.