ખોડલધામ પ્રેરિત સમસ્ત લેઉવા પટેલ સમાજ શુભમ ચેરીટેબલ ટ્રસ્ટ લાઠી દ્વારા ૧૩મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. તા.૨૨ને રવિવારના રોજ ૭ યુગલો પ્રભુતામાં પગલાં માંડી જીવનની શરૂઆત કરશે. લાઠીના કલાપી વિનય મંદિર ભવાની સર્કલ ખાતે શુભ લગ્ન સ્થળ અને ભોજન સ્થળનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં અમરેલી જિલ્લાના સમાજના રાજસ્વી મહાનુભાવો ખાસ હાજર રહેશે તેમજ ખોડલધામના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે.સાથો સાથ ખોડલધામ મહિલા સમિતિ અમરેલીના અગ્રણીઓ પણ હાજર રહેશે. તા. ૨૨ ના રોજ બપોરના ૩ થી ૬ કલાક સુધી શુભમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રેડક્રોસ બ્લડ બેન્ક અમરેલીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નોત્સવમાં હાજર રહેલા મહાનુભાવો, દાતાઓ અને સમાજના અગ્રણીઓ નવદંપતીઓને આશીર્વાદ પાઠવશે.






































