યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ઈરાન પર પશ્ચિમ એશિયામાં અÂસ્થરતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પ્રદેશમાં લગભગ દરેક મોટા સંઘર્ષ પાછળ ઈરાનની ભૂમિકા એક સામાન્ય પરિબળ હોવાનું જણાય છે. રુબિયોએ ઈરાનની પ્રાદેશિક મહત્વાકાંક્ષાઓને “અસાધારણ ઐતિહાસિક ખતરો” ગણાવ્યો, અને કહ્યું કે તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.વોશિંગ્ટનમાં ફેડરલિસ્ટ સોસાયટીના રાષ્ટ્રીય વકીલ સંમેલનને સંબોધતા, રુબિયોએ યમનના હુથી બળવાખોરો, ઇરાકના શિયા લશ્કર, ભૂતપૂર્વ સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ-અસદને ટેકો આપતા દળો અને લેબનોનના હિઝબુલ્લાહનો ઉલ્લેખ કર્યો. તેમણે આ સંગઠનો અને જૂથોની પ્રવૃત્તિઓને પ્રદેશમાં ઈરાનના પ્રભાવના મુખ્ય ઉદાહરણો તરીકે વર્ણવી.
રુબિયોએ કહ્યું, “પશ્ચિમ એશિયામાં દરેક મોટી સમસ્યા પાછળ, એક સામાન્ય પરિબળ રહેલું છે. પછી ભલે તે સાઉદી અરેબિયા પર હુથી હુમલા હોય, ઇરાકને અસ્થિર બનાવતા શિયા લશ્કર હોય, સીરિયામાં અસદને ટેકો આપતા લડવૈયાઓ હોય કે લેબનોનમાં હિઝબુલ્લાહ હોય, ઈરાનના શિયા ધર્મગુરુઓની ભૂમિકા અને તેમની વિસ્તરણવાદી વિચારધારા દરેક જગ્યાએ સ્પષ્ટ છે.”દરમિયાન, ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકિર ગાલિબાફે કહ્યું કે તેમનો દેશ અમેરિકા સાથે “નો વોર, નો પીસ” પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રાખવાના પક્ષમાં નથી. રવિવારે કાયદા ઘડનારાઓને સંબોધતા તેમણે કહ્યું કે ઈરાન વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ અમેરિકાએ તેહરાન દ્વારા નક્કી કરાયેલી સાત શરતો સ્વીકારવી પડશે.
ગાલિબાફે કહ્યું, “અમેરિકા વાતચીતનો માર્ગ પસંદ કરે કે યુદ્ધનો માર્ગ પસંદ કરે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. જા તે અમારી સાત વાજબી શરતો સ્વીકારે છે, તો સોદાનો માર્ગ ખુલ્લો રહેશે.”યુએસ અને ઈરાનના આ નિવેદનો તેમના વલણમાં કઠોરતા દર્શાવે છે. જ્યારે આ ક્ષેત્રમાં લશ્કરી તણાવ ચાલુ છે, ત્યારે સંભવિત સંવાદ અને કરાર સુધી પહોંચવા માટે રાજદ્વારી પ્રયાસો ચાલી રહ્યા છે. હાલમાં, બંને દેશો વચ્ચે વાટાઘાટોની શક્યતા ઈરાનની સાત શરતો અને અમેરિકાના વલણ પર આધારિત હોય તેવું લાગે છે.