બાબરા તાલુકાના કરીયાણા ગામેથી ૨૭ વર્ષીય મહિલા કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જઈ ગુમ થયાની ઘટના સામે આવી છે. બાબરાના કરીયાણા ગામે રહેતા રાઠોડ પરિવારની ૨૭ વર્ષીય મહિલા ઘરેથી પાણી ભરવા જવાના બહાને પહેરેલા કપડે ક્યાંક ચાલી ગઈ છે. આ અંગે બાબરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ પરમાર દ્વારા ગુમ થનાર મહિલાની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.