અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું જળક્રીડા સંકુલ બનાવવાની મહ¥વાકાંક્ષી યોજનાએ હવે આગળની દિશા પકડી છે. વર્ષ ૨૦૩૦ ની કોમનવેલ્થ ગેમ્સ અને વર્ષ ૨૦૩૬ ની ઓલિમ્પિક્સની યજમાની માટેની તૈયારીઓના ભાગરૂપે શહેરના આ મહ¥વપૂર્ણ પ્રોજેક્ટની કામગીરી આગળ વધી રહી છે. ગુજરાત સ્પોર્ટ્‌સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (જીએસઆઈડીસી)એ મોટેરામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્‌સ એન્ક્‌લેવ ખાતે જળક્રીડા સંકુલની ડિઝાઈન અને બાંધકામ માટે કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવા તાજેતરમાં ટેન્ડર મગાવ્યાં છે.
આ પ્રોજેક્ટ અગાઉ વહીવટી અને કાનૂની અડચણોમાં ફસાયો હતો. રાજ્ય સરકારે શરૂઆતમાં નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કોન્ટ્રાક્ટરને અંતિમ સ્વરૂપ આપવાનું અને ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન કર્યું હતું. જાકે, જમીન સંપાદન સંબંધિત વિવાદો અને કાનૂની કાર્યવાહીથી કામગીરીમાં વિલંબ થયો હતો.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના કેટલાક મહ¥વના પ્લોટને લઈને પણ જમીન સંપાદનની સમસ્યાઓ ઊભી થઈ હતી. ખાસ કરીને ભારતીય સેવા સમાજ, સદાશિવ પ્રાગજી મંડળ અને આસારામ આશ્રમ સાથે સંકળાયેલી જમીનોનો તેમાં સમાવેશ થતો હતો. ત્યાર બાદ સત્તાવાળાઓએ અનામત પ્લોટ મેળવવા માટે નગર આયોજન યોજનાઓમાં ફેરફાર કર્યા હતા અને સુધારેલી લેઆઉટ યોજનાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ વિભાગને કાયદાકીય મંજૂરી માટે મોકલી હતી. હવે લેઆઉટની મંજૂરીઓ મળી જતાં પ્રોજેક્ટ અમલીકરણ તરફ આગળ વધી રહ્યો છે.
આ સમગ્ર સ્પોર્ટ્‌સ એન્ક્‌લેવ રૂ. ૫૦૫૦ કરોડના ખર્ચે વિકસાવવાનું આયોજન છે. ૬૫૦ એકરમાં ફેલાયેલા આ સંકુલમાં આંતરરાષ્ટÙીય કક્ષાની રમતગમત સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિÂમ્પક્સ જેવી વૈÂશ્વક રમતોત્સવોના યજમાન શહેર તરીકે સ્થાપિત કરવાના પ્રયાસનો મુખ્ય આધારસ્તંભ બનશે.
આ સ્પોર્ટ્‌સ એન્ક્‌લેવના પેકેજ-૧માં જળક્રીડા સંકુલનો સમાવેશ થાય છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. ૨૨૫૦ કરોડ છે. આ ઉપરાંત ટેનિસ સેન્ટર, એથ્લીટ્‌સ વિલેજ અને સ્પોર્ટ્‌સ ઈÂન્સ્ટટ્યૂટ સહિતની સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.
જળક્રીડા સંકુલની ખાસિયત તેની દ્વિ-તબક્કાની બેઠક વ્યવસ્થા હશે. મોટા આંતરરાષ્ટÙીય રમતોત્સવો દરમિયાન તેમાં ૧૨૦૦૦ દર્શકો બેસી શકશે. જ્યારે સામાન્ય સમયગાળામાં આ વ્યવસ્થાને ૪૦૦૦ બેઠકની ક્ષમતાવાળા સ્પોર્ટ્‌સ સેન્ટરમાં રૂપાંતરિત કરી શકાશે.
આ સંકુલમાં ઓલિÂમ્પક કક્ષાની Âસ્વમિંગ અને ડાઈવિંગ સુવિધાઓ ઊભી કરાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં સાબરમતી નદીના કિનારે આ જળક્રીડા સંકુલ બનાવવાનું આયોજન છે. તેનો હેતુ માત્ર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન કરવાનો જ નહીં, પરંતુ તરવાની તાલીમ, રમતગમતના શિક્ષણ અને સ્થાનિક સમુદાય માટે જાહેર સુવિધાઓ ઊભી કરવાનો પણ છે.
પ્રોજેક્ટના ટેન્ડરમાં કેટલીક વિશેષ શરતો પણ રાખવામાં આવી છે. કન્સોર્ટિયમ એટલે કે અનેક કંપનીઓના સંયુક્ત જૂથ અથવા સંયુક્ત સાહસને ટેન્ડરમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નથી. કોન્ટ્રાક્ટરે સ્વતંત્ર રીતે જ અરજી કરવાની રહેશે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટરે માન્યતા પ્રાપ્ત ડિઝાઈન કન્સલ્ટન્ટ સાથે ઔપચારિક સમજૂતી કરવી પડશે.