લક્ષ્મીનગરના નાલા પાસે દાસીજીવણપરા શેરી નં.૧માં રહેતાં શિક્ષણ વિભાગનાં નિવૃત્ત શાસનાધિકારી નરસિંહભાઈ લઢેર (ઉ.વ.૭ર) સાથે સ્વામિનારાયણ ભગવાનના ભવ્ય મંદિર અને ગૌશાળા બનાવવાના નામે જમીન ખરીદવા બદલ રૂ.૧.રપ કરોડની છેતરપિંડી કરવા અંગે આરોપી ચિંતન અશ્વિન પરમાર (રહે. અમદાવાદ), જેકી શરદભાઈ રામી (રહે. વડોદરા), લાલજી બાવભાઈ ઢોલા (રહે. સુરત), માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી (રહે. ઋષિકુલ ગૌધામ, પાનોલી, અંકલેશ્વર) અને દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી (રહે. સિધ્ધેશ્વર ગૌશાળા, આણંદ) વિરૂધ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદમાં નરસિંહભાઈએ જણાવ્યું છે કે ર૦૦૪માં મોરબી નોકરી કરતી વખતે રાજકોટ અપડાઉન કરતા હતા. તે વખતે મોરબીની નાની બજારમાં કાપડની દુકાન ધરાવતા ભાવેશ પરમાર સાથે પરિચય થયો હતો. જેણે ચિંતન પરમાર સાથે પરિચય કરાવ્યો હતો. ર૦ર૦માં ચિંતને ડાકોરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ૪૦૦ વિઘા જમીનમાં ભવ્ય મંદિર બનાવવા માગે છે તેવી વાત કરી હતી. સાથો-સાથ તેમાં રોકાણ કરવાથી સારૂ વળતર મળશે, ભાગીદાર તરીકે મિત્ર વિપુલ કાપડીયા રહેશે તેમ પણ કહ્યું હતું. ત્યાર બાદ ભૂપેન્દ્ર રોડ ખાતેના સ્વામિનારાયણ મંદિરે સંતોને મળવા બોલાવતાં પરિવાર સાથે ગયા હતા.જયાં ઉતારામાં એમ.પી. અને ડી.પી. સ્વામી ઉપરાંત લાલજી મળ્યો હતો. આરોપીઓએ ડાકોરમાં મંદિર અને ગૌશાળા બનાવવાની, આ માટે આફ્રિકાથી દાન આવશે તેમ પણ કહી દાન આપનારને જમીન ખરીદ કરનારનું અસલ સાટાખત બતાવવું પડશે તેમ પણ કહ્યું હતું. વધુમાં કહ્યું કે જયાં મંદિર બનાવવાનું છે ત્યાં સીધા ખેડૂત પાસે જમીન ખરીદ કરશે તો વધુ કિંમત ચુકવવી પડશે. પરંતુ જા તે આ જમીન ખરીદવા માટે રૂપિયાનું રોકાણ કરશે તો તેના નામે જમીનનો સાટાખત થયા બાદ તેઓ જમીનના રૂપિયા ઉપરાંત કમિશન આપી રકમ પરત આપી દેશે.
આરોપીઓની વાતોમાં આવી જઈ ડાકોરના સુઈ તથા સૈયદ ગામમાં જમીન જાવા ગયા હતા. જયાં ખેડૂત જેકી રામીની તેની સાથે મુલાકાત કરાવાઈ હતી. ૩પ૪ વિઘા જમીનનો રૂ.ર.૭૬ કરોડ ભાવ નક્કી થયો હતો. સોદા પેટે જેકીને રૂ.૧ લાખ આપ્યા હતા. નક્કી થયા મુજબ પછીથી જેકીને રૂ.૧.ર૪ કરોડ આપ્યા હતા. જેના બદલામાં સ્ટેમ્પ પેપર ઉપર તેના અને ભાગીદાર વિપુલભાઈ કાપડી (રહે. સાંતલપુર, તા. વંથલી)ના નામનું લખાણ કરી આપ્યું હતું. એટલું જ નહીં જમીનનો સાટાખત પણ આપી દીધો હતો. બાદમાં એમ.પી. અને ડી.પી. સ્વામીને જમીનનો અસલ સાટાખત આપી દીધો હતો. જે તેમણે રાખી લીધો હતો. દસ દિવસમાં આફ્રિકાથી દાન આવ્યા બાદ તેને રકમ અને કમિશન વગેરે પરત આપી દેવાની વાત કરી હતી.દસ દિવસ પછી પણ રકમ પરત નહીં મળતા એમ.પી. અને ડી.પી. સ્વામીને મળતાં આફ્રિકાથી દાન નહીં આવ્યાનું બહાનું બતાવ્યું હતું. ૧પ દિવસ બાદ દાનની રકમ આવી ગયાનું જણાવી હજૂ એફસીઆર સર્ટિફિકેટ આવ્યા બાદ દાનની રકમ ઉપાડી શકાશે તેવી વાત કરી હતી. ૧પ દિવસ બાદ દાનની રકમ નહીં આવ્યાનું જણાવ્યું હતું. એટલું જ નહીં તમને કોઈ રૂપિયા આપવાના થતાં નથી , જે.કી. પાસેથી રકમ લઈ લેવાનું કહેતાં તેને મળ્યા હતા.જેણે આઠ મહિનામાં જમીન ખરીદીના બાકીના રૂ.૧.પ૧ કરોડ મળ્યા નથી તેથી રકમ પરત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી તમામ આરોપીઓને કોલ કરતા હતા પણ જવાબ આપતા ન હતા. છેતરપિંડી થયાનું જણાતાં ર૦ર૩માં ડાકોર પોલીસમાં અરજી કરતાં જે.કી.એ રૂ.૧.રપ કરોડ પરત આપી સાટાખત કેન્સલ કરી દેવાનું કહી સમાધાન કર્યું હતું







































