ખાંભા તાલુકાના પાટી ગામે નવીન ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ ધારાસભ્ય જે.વી. કાકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ ચાવડા, તાલુકા પંચાયતના સદસ્ય શાંતિલાલ ઠુંમર, તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નવા ગ્રામ પંચાયત ભવનને ગામના વહીવટી અને વિકાસલક્ષી કાર્યો માટે ઉપયોગી ગણાવ્યું હતું. ગ્રામ પંચાયત ભવનની નવી સુવિધા ઉપલબ્ધ થતાં ગ્રામજનોને વિવિધ સરકારી કામકાજ અને પંચાયતને લગતી કામગીરીમાં વધુ સરળતા રહેશે. ગામના વિકાસમાં વધુ એક સુવિધાનો ઉમેરો થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે ગામના આગેવાનો અને ગ્રામજનોએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.