વડીયા રહેતી અને મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મધરવાડા ગામે પરણેલી યુવતીને સાસરિયાઓ દ્વારા અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ફરીયાદી ધુડાબેન જીતેન્દ્રભાઈ ચૌહાણે વડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૧૭/૧૧/૨૦ર્ના રોજ સાંજના આશરે આઠ વાગ્યે પતિ જયભાઈ પ્રવીણભાઈ ધુડા, સસરા પ્રવીણભાઈ ભીમાભાઈ ધુડા અને સાસુ કાળીબેન ભીમાભાઈ ધુડાએ ઘરકામ બાબતે
મેણા-ટોણા માર્યા હતા. તેમજ પતિએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી પરિણીતાએ વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.






































