ક્ષત્રિય કારડિયા રાજપૂત યુવા સંગઠન – કોડીનાર તથા GRCA – ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે કોડીનાર સ્થિત GRCA ભવન ખાતે ભવ્ય ‘સરસ્વતી સન્માન સમારોહ – ૧૬’ યોજાયો હતો. નિવૃત્ત એડિશનલ DGP અભયસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને તથા કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના મુખ્ય અતિથિપદે યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ માનસિંહભાઈ પરમાર,UPSC સફળ પ્રદીપસિંહ પરમાર સહિત તેજસ્વી વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે સુરેન્દ્રનગર ખાતે નિર્માણાધીનGPSC/UPSCભવન માટે દાતાઓ દ્વારા રૂ.૬ કરોડથી વધુના અનુદાનની જાહેરાત કરાઈ હતી, જ્યારે ભામાશા મનોજસિંહ મોરીએ કોડીનાર તાલુકાના ૬૪ ગામોમાં કોઈપણ સમાજ દ્વારા બનતી લાઇબ્રેરી માટે રૂ.૨,૫૧,૦૦૦ ની ઘોષણા કરી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું.