દિવાળી બાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજચોરી સામે પીજીવીસીએલ દ્વારા સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં પ્રથમ બે દિવસ દરમિયાન વીજચોરીના કુલ ૧૫૨ કેસ નોંધાયા છે. ખાસ કરીને કલ્યાણપુર, રાવલ, સિક્કા અને શાપર સહિતના વિસ્તારોમાં તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં વીજચોરી ઝડપાઈ છે. આ કાર્યવાહી હજુ પણ ચાલુ છે અને બુધવારે સતત ત્રીજા દિવસે પીજીવીસીએલની ૪૦થી વધુ ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
પીજીવીસીએલ દ્વારા દિવાળી બાદ વીજચોરી સામે શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશનો મુખ્ય હેતુ વીજળીના ગેરકાયદેસર ઉપયોગને અટકાવવાનો અને વીજચોરી કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો છે. બે દિવસની તપાસમાં સામે આવેલા આંકડા દર્શાવે છે કે અનેક સ્થળોએ વીજચોરીના ગંભીર કેસો પણ મળી આવ્યા છે. કુલ ૧૫૨ કેસમાંથી ૫ લાખથી વધુની વીજચોરીના ૫ કેસ સામે આવ્યા છે, જ્યારે ૧ લાખથી વધુની વીજચોરીના ૪૬ કેસ નોંધાયા છે.
વીજચોરી સામેની કાર્યવાહી દરમિયાન સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને રાવલ પંથકમાં પીજીવીસીએલની ટીમોએ મોટા પાયે ચેકિંગ હાથ ધર્યું હતું. વિવિધ સ્થળોએ વીજ જાડાણો અને વીજ વપરાશની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કુલ ૭૪ સ્થળે વીજચોરી મળી આવી હતી.
કલ્યાણપુર અને રાવલ વિસ્તારમાં મળેલી વીજચોરીના મામલે જામનગરના વીજ પોલીસ મથકમાં કુલ ૭૪ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદોમાં ૧ લાખથી વધુની વીજચોરીના ૨૧ કેસનો સમાવેશ થાય છે. જ્યારે ૫ લાખથી વધુની વીજચોરીના ૩ કેસ પણ સામે આવ્યા હતા.
આ કાર્યવાહીને કારણે વીજચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.પીજીવીસીએલની ટીમો દ્વારા શંકાસ્પદ વીજ કનેક્શન અને વીજ વપરાશની તપાસ કરીને વીજચોરીના કેસ શોધવામાં આવી રહ્યા છે.
મંગળવારે જામનગર જિલ્લાના સિક્કા, શાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ૧૦૦થી વધુ શંકાસ્પદ કિસ્સાઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ ૭૮થી વધુ વીજચોરીની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મંગળવારની તપાસ દરમિયાન ૫ લાખથી વધુની વીજચોરીના ૨ કેસ મળી આવ્યા હતા. આ ઉપરાંત ૧ લાખથી વધુની વીજચોરીના ૨૫ કેસ પણ નોંધાયા હતા. આમ, બીજા દિવસે પણ વીજચોરી સામે પીજીવીસીએલ ની ટીમોને મોટી સફળતા મળી હતી.
સિક્કા અને શાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન વીજ જાડાણો અને વીજ વપરાશની Âસ્થતિની ચકાસણી કરવામાં આવી હતી. શંકાસ્પદ કિસ્સાઓમાં જરૂરી તપાસ કર્યા બાદ વીજચોરીની ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રથમ બે દિવસની સમગ્ર કાર્યવાહી પર નજર કરીએ તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧૫૨ વીજચોરીના કેસ નોંધાયા છે. તેમાં ૫ લાખથી વધુની વીજચોરીના કુલ ૫ કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧ લાખથી વધુની વીજચોરીના ૪૬ કેસ નોંધાયા છે.
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે પીજીવીસીએલ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન માત્ર નાના પ્રમાણની વીજચોરી જ નહીં પરંતુ મોટી રકમની વીજચોરીના કેસો પણ સામે આવ્યા છે. વીજચોરી સામેની કાર્યવાહી અંતર્ગત સંબંધિત લોકો સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.







































