યુપીમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. જોકે હજુ સુધી તારીખોની જાહેરાત કરવામાં આવી નથી, કે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, રાજકીય પક્ષોએ તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, યુપી સરકારમાં મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભરનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ૨૦ બેઠકોને તેમની પાર્ટી માટે સારી ગણાવી છે.
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભરે કહ્યું, “અમારું લક્ષ્ય ઓછામાં ઓછી ૧૩ બેઠકો જીતીને એક માન્યતા પ્રાપ્ત પાર્ટી બનવાનું છે. જો અમને ૨૦ બેઠકો મળશે તો તે અમારા માટે સારું રહેશે.”
રાજભરે કહ્યું, “સંજય નિષાદ સાથે બધું બરાબર છે. તેઓ ભાજપ સાથે રહેશે અને બીજે ક્યાંય જશે નહીં કારણ કે તેઓ જાણે છે કે સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાં સત્તામાં નહીં આવે.”
ઓમ પ્રકાશે મુખ્યમંત્રી યોગીના ભરપૂર વખાણ કર્યા. રાજભરે કહ્યું, “મેં મુખ્યમંત્રી યોગી જેટલો મહેનતુ મુખ્યમંત્રી ક્યારેય જાયો નથી, જે કઠિન નિર્ણયો લે છે અને દરેક પડકાર સ્વીકારે છે.”
નોંધનીય છે કે યુપી ચૂંટણી માટે વિપક્ષી છાવણીમાં ટિકિટ વિતરણ માટે સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. સોમવારે કોંગ્રેસે સમાજવાદી પાર્ટી (સપા) ને ૧૮૧ બેઠકોની યાદી મોકલી હતી. આનો અર્થ એ છે કે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી (સપા) સાથે જાડાણ કરીને યુપી વિધાનસભા ચૂંટણી લડવાનો ઇરાદો ધરાવે છે, પરંતુ ૧૮૧ બેઠકોની માંગ કરી રહી છે. સોમવારે સવારે અખિલેશ યાદવે કહ્યું હતું કે જે કોઈની પણ બેઠક જીતવાની સૌથી વધુ શક્્યતા હશે તેને ટિકિટ આપવામાં આવશે. આનો અર્થ એ છે કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી હજુ સુધી બેઠક વહેંચણી પર કોઈ સમજૂતી પર પહોંચી શક્યા નથી.
અગાઉ, એવું કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ આજે સમાજવાદી પાર્ટી સાથે બેઠક કરશે, જ્યાં બેઠક વહેંચણી પર ચર્ચા થઈ શકે છે, પરંતુ આજે સવારે, સમાચાર આવ્યા કે કોંગ્રેસ આજે સમાજવાદી પાર્ટી સાથે બેઠક કરશે નહીં. હવે એ જાવું રસપ્રદ રહેશે કે યુપી ચૂંટણી માટે દરેક પક્ષને કેટલી બેઠકો મળે છે.