ચીન તેની વિસ્તરણવાદી નીતિઓમાં અડગ રહે છે. આ સંદર્ભમાં, તાઈવાન પર તેના વિચારો બિલકુલ બદલાયા નથી. ચીન તાઈવાનને નિયંત્રિત કરવાના તેના વલણ પર અડગ રહે છે. ચીનના રાષ્ટ્રાપતિ શી જિનપિંગે ગુરુવારે તાઈવાનને ચીનના નિયંત્રણ હેઠળ લાવવાના પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે “માતૃભૂમિનું સંપૂર્ણ પુનઃ એકીકરણ” કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાનું “અટલ ઐતિહાસિક મિશન” છે અને ચોક્કસપણે પ્રાપ્ત થશે.
ચીનની કમિટીના જનરલ સેક્રેટરી અને સેન્ટ્રલ મિલિટરી કમિશનના ચેરમેન શી જિનપિંગે તાઇવાન સ્ટ્રેટની બંને બાજુએ આદરણીય ચીનના રાષ્ટÙવાદી નેતાઓમાંના એક, સન યાટ-સેનની ૧૬૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત સમારોહમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે તાઇવાનની વાસ્તવિકતાઓને ધ્યાનમાં લેવાનું વચન આપ્યું હતું, પરંતુ અલગતાવાદ સામે કડક વલણ અપનાવ્યું હતું.
રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ શી જિનપિંગને ટાંકીને કહ્યું હતું કે, “તાઇવાન મુદ્દાનું નિરાકરણ અને માતૃભૂમિનું સંપૂર્ણ પુનઃ એકીકરણ એ ઝ્રઁઝ્રનું અટલ ઐતિહાસિક મિશન, તમામ ચીની લોકોની સામાન્ય આકાંક્ષા અને ચીની રાષ્ટÙના મહાન કાયાકલ્પ માટે કુદરતી જરૂરિયાત છે.”ચીન તાઇવાનને એક અલગ થયેલા પ્રાંત તરીકે માને છે જેને મુખ્ય ભૂમિ સાથે ફરીથી એકીકરણ કરવું જાઈએ, જા જરૂરી હોય તો બળના ઉપયોગ દ્વારા પણ. શી જિનપિંગે કહ્યું કે તાઇવાન સ્ટ્રેટની બંને બાજુના લોકો અને દેશ-વિદેશમાં રહેતા તમામ ચીની લોકોએ “તાઇવાન સ્વતંત્રતા” ની હિમાયત કરતી અલગતાવાદી શક્તિઓને વિરોધ કરવા માટે હાથ મિલાવવા જાઈએ અને ક્રોસ-સ્ટ્રેટ સંબંધોના શાંતિપૂર્ણ વિકાસ અને માતૃભૂમિના સંપૂર્ણ પુનઃ એકીકરણ માટે સાથે મળીને કામ કરવું જાઈએ.
શી જિનપિંગે કહ્યું, “એક-ચીન સિદ્ધાંત અને ૧૯૯૨ ના સર્વસંમતિનું પાલન કરીને, અમે સ્ટ્રેટની બંને બાજુઓ વચ્ચેના સંબંધો અને રાષ્ટ્રીય પુનઃ એકીકરણ સંબંધિત મુદ્દાઓ પર તાઇવાનના જીવનના તમામ ક્ષેત્રોના સ્વપ્નદ્રષ્ટાઓ સાથે સંવાદ અને પરામર્શ કરવા તૈયાર છીએ.” શીએ ઉમેર્યું, “અમે ચોક્કસપણે તાઇવાનની વાસ્તવિક પરિÂસ્થતિ પર નજીકથી ધ્યાન આપીશું અને તાઇવાનમાં રહેતા અમારા દેશબંધુઓના હિતો અને લાગણીઓનો સંપૂર્ણ આદર કરીશું. જા કે, અમે કોઈપણ સ્વરૂપમાં ‘તાઇવાન સ્વતંત્રતા’ સંબંધિત અલગતાવાદી પ્રવૃત્તિઓ માટે કોઈ જગ્યા છોડીશું નહીં.”તાઇવાન પ્રત્યે ચીનની લાગણી કેટલી હદ સુધી છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ચીને ન્યુઝીલેન્ડના ચાર સાંસદોને એક વર્ષ માટે ચીનની મુલાકાત લેવા પર પ્રતિબંધ મુક્યો છે કારણ કે તેઓ તાઇવાન ગયા હતા. ચીને આ સાંસદો પાસેથી માફી માંગવાની પણ માંગ કરી છે.



































