સાવરકુંડલામાં શંકરા આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓએ સંગીત અને ચિત્રકલાની વિવિધ પરીક્ષામાં ભાગ લીધો હતો. ગિટાર, પિયાનો, ગાયન, હાર્મોનિયમ, તબલાં, પેઇન્ટિંગ, ડ્રોઇંગ અને સ્કેચિંગ જેવી વિવિધ વિદ્યાઓની પરીક્ષાનું આયોજન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યું હતું.
વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં પાંચ વર્ષના બાળકથી લઈને ૫૮ વર્ષના નિવૃત્ત અધિકારીએ પરીક્ષા આપી હતી, જે સાબિત કરે છે કે કલા શીખવાની કોઈ ઉંમર નથી હોતી. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરેક વ્યક્તિમાં રહેલી કળાને ઓળખીને યોગ્ય મંચ પૂરું પાડવામાં આવે છે.









































