• પાક સંરક્ષણ રોગો અને તેનું નિયંત્રણ ચણાનો સૂકારો (વીલ્ટ): લક્ષણોઃ જમીનમાં રહેલી ફૂગથી અને રોગિષ્ટ બીજના ચેપથી આ રોગ ફેલાય છે. પાકની શરૂઆતમાં કે પાછલી અવસ્થાએ છોડ ઊભા સૂકાય છે. થડ ચીરતાં ઊભી કથ્થાઈ રંગની લીટીઓ જોવા મળે છે.
નિયંત્રણઃ રોગ પ્રતિકારક જાતો જેવી કે ગુજરાત ચણા-૫, ગુજરાત જૂનાગઢ ચણા-૬, ગુજરાત ચણા-૭ અને ગુજરાત ચણા-૮નું બિયારણ વાવવું. વાવતા પહેલાં ફૂગનાશક દવાનો પટ આપવો. દર વખતે એક જ જગ્યાએ ચણા ન વાવવા. જૈવિક નિયંત્રણ માટે ટ્રાઈકોડમા હાર્જીયાનામ ૨.૫ કિ.ગ્રા., ૨૫૦ કિ.ગ્રા. એરંડીના ખોળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવેતર વખતે ચાસમાં આપવું.
ચણાનો સ્ટન્ટ રોગઃ લક્ષણોઃ પાન ભૂખરા ત્રાંબાવર્ણના અને જાડા થાય છે. ડાળીઓ અને છોડ ટૂંકા થઈ જાય છે. ફાલ બેસતો નથી કે ઓછો બેસે છે. પાન અને થડ બરડ થઈને જાડા થઈ જાય છે. છોડ નબળો પડવાથી સૂકારાનો ભોગ બની જાય છે.
નિયંત્રણઃ આ રોગ વાયરસથી થાય અને મોલો મશીથી ફેલાય છે. મશીના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા ઈમીડાક્લોપ્રીડ ૧૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જીવાત અને તેનું સંકલિત નિયંત્રણ ચણાની હેલિયોથીસ (લીલી ઈયળ): લક્ષણોઃ ચણામાં મુખ્યત્વે લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે, જે પાન, કૂણી કૂપણો અને પોપટા કોરી ખાય છે.
નિયંત્રણઃ પ્રોફેનોફોસ ૨૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧.૫ મિ.લિ. અથવા ઈમામેક્ટીન બેન્ઝોએટ ૨ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પ્રથમ છંટકાવ પાકની ૫૦% ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૫ દિવસ બાદ કરવો. હેક્ટરે ૬ ફેરોમોન ટ્રેપ મૂકવા. લીંબોળીના મીંજનો પાવડર (૫% અર્ક), બેસીલસ થુરેન્જીનેસીસ (બી.ટી.) ૧ કિ.ગ્રા./હે. અથવા હેક્ટરે એન.પી.વી. ૨૫૦ રોગિષ્ટ ઈયળોના દ્રાવણનો છંટકાવ કરવો. કાપણીઃ પરિપક્વતા સમયે ચણાના પોપટા પીળા પડી જાય છે અને પાંદડી સુકાઈ જાય છે. આ વખતે ચણાની કાપણી શક્ય હોય તો સવારના સમયે કરવી. કાપણી કરેલ પાથરા ખળામાં સુકવવા. પાથરા બરાબર સુકાઈ જાય ત્યારે ટ્રેક્ટર કે બળદથી મસળવા અથવા થ્રેશરથી દાણા છૂટા પાડવા.
• ચણાની વિવિધ જાતો અને તેના ગુણધર્મો ઃ ગુજરાતમાં વાવેતર કરવામાં આવતી દેશી અને કાબુલી ચણાની મુખ્ય જાતો અને તેના લક્ષણોની વિગતવાર માહિતી નીચે મુજબ છેઃ ૧. દેશી ચણાઃ જીજેજી-૩ (ય્ત્નય્-૩) આ જાત વર્ષ ૨૦૦૮ માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી બહાર પાડવામાં આવી હતી. તે ખાસ કરીને બિનપિયત વિસ્તાર માટે અનુકૂળ છે. આ પાકને પાકતા ૯૮ થી ૧૦૦ દિવસનો સમય લાગે છે અને છોડની ઊંચાઈ ૩૫ થી ૪૦ સે.મી. હોય છે. તેમાં ૧૦૦ પોપટાની સંખ્યા ૩૫ થી ૪૦ તથા ૧૦૦ દાણાનું વજન ૨૨ થી ૨૪ ગ્રામ હોય છે. દાણાનો રંગ પીળો હોય છે અને બિનપિયત પરિસ્થિતિમાં હેક્ટર દીઠ ૧૫૦૦ થી ૧૮૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
૨. દેશી ચણાઃ SS-5 (GG-5)):
વર્ષ ૨૦૧૪ માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ આ જાત પિયત ક્રાપિંગ સિસ્ટમ માટે શ્રેષ્ઠ છે. તેના પાકવાના દિવસો ૧૦૦ થી ૧૦૩ છે અને છોડની ઊંચાઈ ૪૮ થી પર સે.મી. જેટલી વધે છે. ૧૦૦ પોપટાની સંખ્યા ૫૦ થી ૫૬ અને ૧૦૦ દાણાનું વજન ૨૦ થી ૨૨ ગ્રામ થાય છે. દાણાનો રંગ કથ્થાઈ હોય છે. આ જાત પિયતમાં હેક્ટર દીઠ ૨૫૦૦ થી ૨૭૦૦ કિ.ગ્રા. નું ઊંચું ઉત્પાદન આપે છે. ૩. દેશી ચણાઃ SsuS-6 (GJG-6)
વર્ષ ૨૦૧૫ માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલી આ બિનપિયત જાત પાકવા માટે ૧૧૦ થી ૧૧૨ દિવસ લે છે. છોડની ઊંચાઈ ૪૫ થી ૫૦ સે.મી. હોય છે, જ્યારે ૧૦૦ પોપટાની સંખ્યા ૩૫ થી ૪૦ અને ૧૦૦ દાણાનું વજન ૨૧ થી ૨૩ ગ્રામ નોંધાય છે. દાણા ઘાટા કથ્થાઈ રંગના હોય છે. બિનપિયત સ્થિતિમાં આ જાત હેક્ટર દીઠ ૧૮૦૦ થી ૨૦૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે. ૪. દેશી ચણાઃ SS-7 (GG-7) આ જાત વર્ષ ૨૦૨૧ માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી હતી, જે બિનપિયત વાવેતર માટે યોગ્ય છે. તેને પાકતા ૯૦ થી ૧૧૨ દિવસ લાગે છે. છોડની ઊંચાઈ ૩૭ થી ૪૦ સે.મી. રહે છે. ૧૦૦ પોપટાની સંખ્યા ૨૪ થી ૪૯ અને ૧૦૦ દાણાનું વજન ૨૪.૭ થી ૩૦.૭ ગ્રામ હોય છે. દાણાનો રંગ પીળાશ પડતો આછો કથ્થાઈ હોય છે. આ જાતનું ઉત્પાદન હેક્ટર દીઠ ૧૮૦૦ થી ૨૪૦૦ કિ.ગ્રા. (બિનપિયત) રહે છે. ૫. દેશી ચણાઃ SS-8 (GG-8)
હાલમાં વર્ષ ૨૦૨૩ માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલી આ નવીનતમ જાત પિયત અને બિનપિયત બંને સ્થિતિ માટે અનુકૂળ છે. તેને પાકતા ૯૫ થી ૧૧૭ દિવસ થાય છે. છોડની ઊંચાઈ ૪૬ થી ૭૯ સે.મી. જેટલી સારી એવી હોય છે. ૧૦૦ પોપટાની સંખ્યા ૩૩ થી ૧૧૩ અને ૧૦૦ દાણાનું વજન ૧૭.૭ થી ૨૩.૧ ગ્રામ રહે છે. દાણા આછા કથ્થાઈ રંગના હોય છે. ઉત્પાદનની દ્રષ્ટિએ તે પિયતમાં ૨૯૧૫ કિ.ગ્રા./હેક્ટર અને બિનપિયતમાં ૨૦૧૭ કિ.ગ્રા./હેક્ટર ઉત્પાદન આપે છે. ૬. કાબુલી ચણાઃ SfuS-1 (GKG-1)
વર્ષ ૨૦૨૧ માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી કાબુલી ચણાની આ જાત પિયત અને બિનપિયત બંને માટે ઉપાયોગી છે. તેને પાકતા ૯૩ થી ૧૧૭ દિવસ લાગે છે અને છોડની ઊંચાઈ ૪૦ થી ૪૯ સે.મી. રહે છે. તેમાં ૧૦૦ પોપટાની સંખ્યા ૧૭ થી ૭૦ તથા ૧૦૦ દાણાનું વજન ૪૦.૭ થી ૪૮.૮ ગ્રામ (મોટા દાણા) હોય છે. દાણાનો રંગ ચમકદાર સફેદ હોય છે. આ જાત પિયતમાં ૨૦૦૦ થી ૨૫૦૦ કિ.ગ્રા./હેક્ટર અને બિનપિયતમાં ૧૨૦૦ થી ૧૪૦૦ કિ.ગ્રા./હેક્ટર ઉત્પાદન આપે છે.
૭. કાબુલી ચણાઃ SfuS-2 (GKG-2)): વર્ષ ૨૦૨૩ ની આ નવી કાબુલી જાત ખાસ પિયત વિસ્તાર માટે છે. પાકવાના દિવસો ૧૦૨ થી ૧૧૮ છે અને છોડ ૫૧ થી ૭૯ સે.મી. જેટલા ઊંચા થાય છે. ૧૦૦ પોપટાની સંખ્યા ૨૯ થી ૭૧ અને ૧૦૦ દાણાનું વજન ૩૧.૩ થી ૪૨.૭ ગ્રામ નોંધાય છે. દાણાનો રંગ સફેદ હોય છે. તે પિયત પરિસ્થિતિમાં હેક્ટર દીઠ ૨૧૦૦ થી ૨૫૦૦ કિ.ગ્રા. ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.












































