સૂક્ષ્મજીવાણુઓ ઘણા જ બારીક અને નાના કદમાં હોય છે જે નરી આંખે જોઈ શકાતા નથી પરંતુ દરેક સ્થળે અને સમયે આ સુક્ષ્મજીવાણુંઓ ફેલાયેલા હોય છે. જમીનમાં એવા ઘણા પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ વસવાટ કરે છે કે જે વનસ્પતિને બહુ ઉપયોગી હોય છે. આવા સૂક્ષ્મ જીવાણુઓ હવામાંના મુકત નાઈટ્રોજનને સ્થિર કરે છે તથા જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં પરિવર્તિત કરે છે અથવા સેન્દ્રિય પદાર્થને ઝડપી કહોવડાવવામાં મદદ કરે છે. આ તમામ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓની બનાવટને ગુજરાતીભાષામાં “જૈવિક ખાતર” અથવા અંગ્રેજીમાં “બાયોફર્ટીલાઈઝર” કહેવામાં આવે છે. જુદાજુદા જૈવિક ખાતરોમાં રાઈઝોબિયમ, અઝોટોબેકટર, અઝોસ્પા ઈરીલમ, ફોસ્ફા ેબેકટેરીયા, પોટાશ કલ્ચર, બ્લુ ગ્રીનઆલ્ગી તથા અઝોલા પર ઘનિષ્ઠ સંશોધન થયેલ છે.
• લેકટીક એસિડ બેકટેરીયા
• યીસ્ટ અને એકટીનોમાઈસેટસ
• ફોટોસિંથેટિકસ બેકટેરીયા
સુક્ષ્મ જીવાણુની ઉપયોગીતા:
• કોઈ પણ જૈવિક કચરાને જલદી સડાવવા માટે.
• આ જૈવિક કચરાને ફરી ઉપયોગમાં લેવા માટે.
• જૈવિક ખાતરો તરીકે, આ ઉપયોગીતાને કારણે મનુષ્યનું જીવન વિશેષ સુખકારક બનેલ છે. ઉપરાંત ખેતીની અંદર ઉપયોગ થતાં મોંધા કૃષિ રસાયણોનો વપરાશ ઘટાડી શકાય છે. ખોરાકને લાંબા સમય સુધી સાચવી શકાતા ખોરાકની સલામતી વધી શકે છે. વિશેષમાં આ સુક્ષ્મજીવાણુંનો ઉપયોગ પ્રદૂષણ મુકત છે.
એઝેટો: નાઈટ્રોજન ફિકસીંગ બેકટેરીયા ફાયદાઓ ઃ આ પ્રવાહી જૈવિક ખાતર દ્વારા હવામાનમાં રહેલ નાઈટ્રોજન જમીનમાં ફીકસ થાય છે. એક લિટર જમીનમાં આપતા ૩૫-૪૦ કિલો નાઈટ્રોજન ફીકસ થાય છે. આ જૈવિક ખાતરો પ્રદૂષણ મુકત અને ખેતી ખર્ચમાં ૨૦ થી ૨૫ ટકા બચત કરે છે.ફોસ્ફો ઃ ફોસ્ફરસ સોલ્યુબિલાઈજીંગ અને મોબિલાઈઝંગ બેકટેરીયા ફોસ્ફરસ પાક માટે સ્થિર તત્વ હોવાથી જાતે હેરફેર કરી શકતું નથી, પરંતુ કેશ્યમ ફોસ્ફટ બની જમીનના રજકણ સાથે જકડાઈ પાક માટે અલભ્ય બની જાય છે. ફોસ્ફો બેકટેરીયા આ અલભ્ય ફોસ્ફરસને પાક માટે લભ્ય બનાવે છે.
પોટાશ ઃ પોટાશ સાલ્યુબિલાઈજીંગ અને મોબિલાઈજીંગ બેકટેરીયા પોટાશ યુક્ત ખાતરો જમીનના રજકણો સાથે જકડાઈ અલભ્ય બને છે જેને આ બેકટેરીયા જમીનમાં આપતા લભ્ય બનાવે છે. હાલ દેશમાં પોટાશવાળા તમામ ખાતરો પરદેશથી આયાત કરતા કિંમત હૂંડિયામણ ગુમાવવું પડે છે.
એસિટોબેકટર: આ શેરડી માટે ખાસ બાયોફર્ટિલાઝર્સ બનાવેલ છે. અસિટોબેકટર પણ નાઈટ્રોજન ફિકસીંગ બેકટેરીયા છે જે એઝેટોની માફક શેરડીમાં ૨ લિટર એક એકર પ્રમાણે વાપરવાથી ૬૦-૭૦ કિલો નાઈટ્રોજન ફીકસ કરે છે.
રાઈઝોબિયમ: કઠોળ વર્ગના પાકો જેવા કે (તુવેર, મગફળી, મગ, મઠ, અડદ) ના પાકો માટે ખાસ બનાવેલ છે.
ફાસ્ટ ડીકમ્પોસ્ટીંગઃ દેશી ખાતર, સુકા પાંદડા, લણણી પછીના અવશેષો તથા મરેલા પશુ, પક્ષી તથા જીવજંતુઓને જલ્દી સડાવવા માટે તથા સેન્દ્રિય ખાતરને એનરિચ કરવા માટે આ બેકટેરીયા વપરાય છે. ૧૦ ટનના ખાતરના ઢગલા ઉપર અથવા પાકની લણણી પછીના અવશેષોને જલ્દી સડાવવા રોટાવેટર ચલાવી પાણી આપી એક એકરે એક લિટર પ્રમાણે ૧૦૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો જેથી ૩-૪ ટન સેન્દ્રિય ખાતર જમીનમાં ઉમેરાશે.
અઝોલા: એઝોલા એ કોઈ સૂક્ષ્મજીવાણું નથી પરંતુ પાણીમાં તરતા હંસરાજ (ફર્નસ) છે. તે સાઈનાબેકટેરીયમના યજમાન તરીકે કામ કરે છે. આ અઝોલાની જાતમાં અઝોલા પિનાટા મુખ્ય છે.
બ્લ્યુ ગ્રીન આલ્ગીઃ આ બ્લ્યુ ગ્રીન આલ્ગીની ૧૦૦ કરતાં વધારે જાતો છે અને જે હવામાનમાંથી નાઈટ્રોજન ફિક્સ કરવા માટે જાણીતી છે.
બાયોફર્ટિલાઈઝર્સ વાપરવાની રીતઃ (૧) બીજ માવજત: કોઈપણ પ્રકારના બીજને માવજત આપવા ૨૦ કિલો બીજ માટે ૧ લિટર પાણીમાં ૫૦ મિ.લિ. એઝેટો, રપ મિ.લિ. ફોસ્ફો અને ૨૫ મિ.લિ. પોટાશ જૈવિક ખાતરો વાવણી પહેલા મોવાણ આપી સુકવીને વાવવું. કઠોળ વર્ગના પાક માટે રાઈઝોબિયમ વાપરવું. (ર) ધરૂ માવજતઃ આ બાયોફર્ટિલાઈઝર્સ રીંગણ, મરચાં, ટામેટા, ફૂલેવર, કેબેજ, બ્રોકોલી, ડાંગર, તમાકુ વગેરેના તમામ પાકના ધરૂને ૧૦ લિટર પાણીમાં ૧૦૦ મિ.લિ. ફોસ્ફો + ૫૦મિ.લિ. પોટાશ મેળવી ધરૂના મૂળ ડૂબ તે રીતે ૧૦ મિનિટ બોળી રાખી રોપવાથી છોડ જલ્દી સેટ થઈ સારો વિકાસ થશે. જૈવિક ખાતરો વાપરવામાં રાખવાની કાળજીઓ ઃ આ ખાતરોને કોઈપણ કૃષિ રસાયણો સાથે ભેળવવા નહી. કૃષિ રસાયણો વાપર્યા હોય તો ૪ થી ૫ દિવસનો સમય રાખવો. આ જૈવિક ખાતરો જે જમીનમાં સેન્દ્રિય ત¥વો વધારે હોય ત્યાં વિશેષ ફાયદો કરશે. જૈવિક ખાતરો વાપરીએ તો જમીનમાં ભેજ હોવો જરૂરી છે. આ જૈવિક ખાતરોને ખુલ્લા તડકામાં ન રાખવા.











































