શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ, સાવરકુંડલા અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી સંચાલિત સુદર્શન નેત્રાલય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન તેમજ નેત્રમણિ રોપણ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૭૮ દર્દીઓએ ઓ.પી.ડી. તપાસ કરાવી હતી, જેમાંથી ૨૭ દર્દીઓને મોતિયાના ફ્રી ઓપરેશન કરવામાં આવ્યા હતા. છેલ્લા ૧૮ વર્ષથી દર મહિનાના ચોથા ગુરુવારે આ કેમ્પનું નિયમિત આયોજન કરવામાં આવે છે.