લાઠી શહેરમાં એક વેપારી સાથે ટાઈલ્સનો ઓર્ડર આપવાના બહાને એક લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. વેપારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ સંદર્ભે પીયુષભાઇ અરવિંદભાઇ ગાંગડીયા
(ઉ.વ.૨૭)એ મોરબીના શૈલેષભાઇ ઉર્ફે બાબુભાઇ હુંબલ સામે ફરિયાદ નોંધાવી હતી.મળતી માહિતી મુજબ, લાઠીમાં ‘શ્રી શક્તિ ટ્રેડર્સ’ નામે વ્યવસાય કરતા ફરિયાદી વેપારીનો સંપર્ક આરોપીએ કર્યો હતો. આરોપી છેલ્લા એક મહિનાથી વેપારી પાસે ટાઈલ્સ ખરીદવા માટે ઓર્ડર આપવાની વાત કરતો હતો. વેપારીને ૧,૦૦૦ બોક્સ ટાઈલ્સનો ઓર્ડર મળતા, તેમણે આરોપી મારફતે માલ મંગાવવા માટે ઓર્ડર કન્ફર્મ કર્યો હતો. આ ઓર્ડરના એડવાન્સ પેટે વેપારીએ લાઠી સ્થિત ‘પી.શૈલેષ’ આંગડિયા પેઢી મારફતે મોરબીમાં આરોપીના નામે એક લાખ રૂપિયા મોકલી આપ્યા હતા.પૈસા મળી ગયા પછી આરોપીએ વેપારીના ફોન કે મેસેજના જવાબ આપવાનું બંધ કરી દીધું હતું.આજ દિન સુધી આરોપીએ વેપારીને નથી ટાઈલ્સનો માલ મોકલ્યો કે નથી એડવાન્સ પેટે લીધેલા પૈસા પરત કર્યા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. કે. રાઠોડ આંગે વધુ તપાસ કરી રહ્યા છે.