ચલાલામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચો, ચલાલા શહેર ભાજપ યુવા મોરચો અને સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા સંયુક્ત રીતે સેવા સંકલ્પ અભિયાન હેઠળ કરાયો હતો. કેમ્પ ચલાલા સમૂહ આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો જેમાં સંત રતીદાદા,રાજયમંત્રી કૌશિક વેકરીયા, મહાવીર બાપુ, ધારાસભ્ય જે.વી. કાકડિયા, પાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા, હિંમતભાઈ દોંગા અને પ્રકાશભાઈ કારીયા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે હાજર મહાનુભાવોએ રક્તદાન કરનાર દાતાઓને પ્રોત્સાહન આપ્યું હતું. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં કાર્યકરો અને યુવાનોએ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું.










































