સાવરકુંડલા તાલુકાનાં વંડા અને લુવારા ગામે ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કુલ રૂ. ૩.૭૮ કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વંડા ગામે રૂ. ૨.૫૩ કરોડનાં વિકાસકાર્યો અંતર્ગત રૂ. ૧ કરોડના ખર્ચે સુવિધાપથ રોડ અને રૂ. ૩૨ લાખના ખર્ચે બે આંગણવાડીઓના નિર્માણકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. જ્યારે રૂ. ૧.૨૧ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.બીજી તરફ લુવારા ગામે રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે પૂર્ણ થયેલાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં રૂ. ૨૫ લાખના ખર્ચે બનેલા ગ્રામ પંચાયત ભવન અને રૂ. ૧ કરોડના ખર્ચે લુવારા-ગોરડકા રોડ પર નિર્મિત પુલનો સમાવેશ થાય છે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પ્રકાશભાઈ પાનસુરીયા ચેરમેન જાહેર બાંધકામ સમિતી જીલ્લા પંચાયત અમરેલી,રજનીભાઈ ડોબરીયા, જી.પં. સદસ્યો ,તાલુકા પંચાયત સદસ્યો,સરપંચો, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





































