ભારતના ચૂંટણીપંચ દ્વારા ૧ જાન્યુઆરી ૨૦૨૭ની લાયકાતની તારીખના આધારે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭નો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં ૨૭ નવેમ્બરના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. મતદારો ૨૬ ડિસેમ્બર સુધી નામ નોંધણી, વિગતોમાં સુધારા અને નામ કમી માટે અરજી કરી શકશે. આગામી ૨૯ નવેમ્બર, ૬ અને ૧૩ ડિસેમ્બરના રોજ ખાસ ઝુંબેશ યોજાશે. આ દિવસોમાં જિલ્લાના ૧,૩૯૫ મતદાન મથકો પર સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી ર્મ્ન્ં ઉપસ્થિત રહી અરજીઓ સ્વીકારશે. વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકાશે.









































