વડીયા ડો. સુભાષ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા તાજેતરમાં યોજાયેલી નિબંધ લેખન સ્પર્ધામાં વડીયાની સરદાર પટેલ વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. જેમાં ધોરણ ૮માં અભ્યાસ કરતી પરમાર પલક અનિલભાઈ અને ધોરણ ૬માં અભ્યાસ કરતા રુદ્રગીરી દીપકગીરી ગોસ્વામીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે ધોરણ ૬ની ઉર્વિશા અજયભાઈ મકવાણાએ દ્વિતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.






































