ગીર-સોમનાથ જિલ્લાના પ્રસિધ્ધ તુલસીશ્યામ ધામે ૨૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના ૧૨૫થી વધુ સંતોએ ‘સોરઠ પંચતીર્થ યાત્રા’ અંતર્ગત દર્શન કર્યાં હતાં. વરિષ્ઠ સંતો આત્મતૃપ્તસ્વામી, કર્મનિષ્ઠસ્વામી અને યોગીપુરુષસ્વામી સહિતના સંતોએ ભગવાન તુલસીશ્યામનું પૂજન, ગૌશાળા અને ગરમ પાણીના કુંડની મુલાકાત લઈ માનવજાતની સુખાકારી તથા વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી હતી. સ્થાનિક આગેવાનો અને હરિભક્તોએ સંતોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.



































