જામનગર મનપાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા આશરે ૧૫ જેટલા ખાણીપીણીના એકમોમાં સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નિયમોનું પાલન ન કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તીનબત્તી, કાલાવડ નાકા અને હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં આવેલી ૧૩ નોનવેજ રેસ્ટોરન્ટ માં તપાસ કરવામાં આવી હતી. ટીમ દ્વારા રેસ્ટોરન્ટમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ ખાદ્યપદાર્થોના સંગ્રહ સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન એક રેસ્ટોરન્ટમાં ગંદકી અને સફાઈના અભાવની સ્થિતિ જાવા મળતા તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ગંદકી અને સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ આ રેસ્ટોરન્ટનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યું હતું. જ્યારે અન્ય એક એકમને નિયમોના પાલન અંગે નોટિસ આપવામાં આવી હતી.
ફૂડ શાખાની ટીમે શહેરના વિવિધ અને બેકરી સહિતના ખાણીપીણીના એકમોમાં ફૂડ તપાસ / ખાદ્યપદાર્થોની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન માનવ આરોગ્ય માટે અયોગ્ય એવા ખાદ્યપદાર્થો મળી આવ્યા હતા.તપાસ દરમિયાન આશરે રૂ. ૨,૪૬૦ની કિંમતનો કુલ ૧૯.૬ કિલો અખાદ્ય ખોરાક મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે કોઈ બેદરકારી ન થાય તે માટે જામનગર ફૂડ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત તપાસ દરમિયાન ખાદ્યપદાર્થોના ૪ શંકાસ્પદ નમૂના પણ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના પરીક્ષણ બાદ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.જામનગર મનપાની ફૂડ શાખાની આ કાર્યવાહીથી ખાણીપીણીના વેપારીઓમાં પણ સતર્કતા જાવા મળી છે. મનપા દ્વારા સમયાંતરે આવા ખાદ્ય એકમોમાં તપાસ હાથ ધરવામાં આવે છે, જેથી શહેરમાં લોકોને ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ ખાદ્યપદાર્થો મળી રહે.ખાદ્યપદાર્થોમાં ભેળસેળ, ગંદકી અથવા અખાદ્ય સામગ્રીના ઉપયોગ સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને રેસ્ટોરન્ટ, ફૂડ ઝોન અને બેકરી જેવા એકમોમાં સ્વચ્છતા જાળવવા તેમજ ખાદ્યપદાર્થોના યોગ્ય સંગ્રહ પર ભાર મૂકવામાં આવે છે. જામનગરમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પણ ફૂડ શાખાએ સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ન કરતા એકમો સામે કાર્યવાહી કરી છે.