સાવરકુંડલા તાલુકાનાં સીમરણ, કરજાળા અને વિજયાનગર ગામમાં કુલ રૂ. ૬.૭૬ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સીમરણ ગામે રૂ. ૧ કરોડના ખર્ચે સી.સી. રોડ, કરજાળા ગામે રૂ. ૬૦ લાખના ખર્ચે એપ્રોચ રોડનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે વિજયાનગર ગામે રૂ. ૫.૧૬ કરોડના ખર્ચે વિજયાનગર-સાવરકુંડલા રોડનું રિસરફેસિંગ, સી.સી. રોડ, નાળા, સાંગાબાપા ગૌશાળા પાસે માઇનોર બ્રિજ તથા રૂ. ૧૬ લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા, રજનીભાઈ ડોબરીયા, મુકેશભાઈ આદ્રોજા, જીવનભાઈ વેકરિયા સહિત સરપંચો, આગેવાનો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

































