ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોઠા ગામમાં ૨૨થી ૨૪ નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત પલ્સ પોલિયો અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ૦ થી ૫ વર્ષનાં બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. ૨૨ નવેમ્બરે બૂથ પર ૭૯ બાળકોને અને ૨૩ નવેમ્બરે ઘરે-ઘરે જઈને ૧૨ બાળકોને ટીપાં અપાયાં હતાં. ૨૪ નવેમ્બરે બાકી રહેલા બાળકોને ટીપાં આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ અભિયાનમાં પોલિયો સુપરવાઇઝર મેહુલભાઈ શ્રીમાળી, હીનાબેન ચંદાણા, નીતાબેન ગોહિલ સહિત આશા બહેનો, આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ કામગીરી કરી હતી.

































