અમરેલીમાં લગ્ન પ્રસંગમાં ગૌમાંસ પીરસાયાની શંકામાં સેમ્પલ લઈ એફએસએલમાં મોકલાયા હતા. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, લગ્ન પ્રસંગમાં જમણવારમાં ગાયનું માસ પીરસવામાં આવતું હોવાની હકીકત જણાય આવી હતી. જેથી વેટરનીટી ડોક્ટરની હાજરીમાં મોટા પ્લાસ્ટિકના ડબ્બામાં તથા એક નાની શીશીમાં સેમ્પલ લઇ એફ.એસ.એલ માટે તેની ખરાઈ કરવા મોકલવામાં આવ્યા હતા.





























