ગુજરાતમાં ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી ૨૬થી ૨૮ દરમિયાન સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. જ્યારે ૨૬ અને ૨૭ નવેમ્બર એમ બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટÙમાં વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ,ણંદ,વડોદરામાં આગાહી છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં પણ વરસાદની આગાહી છે.
ગુજરાતમાં હવે શિયાળો જામવા લાગ્યો છે ત્યારે રાજ્યમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે ૨૬ નવેમ્બરના રોજ આઠ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન ૬૦ થી ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.હવામાન વિભાગ પ્રમાણે ૨૬ નવેમ્બર ૨૦૨૬, બુધવારના રોજ ગુજરાતમાં હવામાન મુખ્યત્વે સ્વચ્છ અને તડકાવાળું રહેશે, જેમાં મહત્તમ તાપમાન ૩૧°ઝ્ર અને લઘુત્તમ તાપમાન ૧૭° સે રહેવાની શક્યતા છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે ખેડૂતોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. તમિલનાડુમાં, ડાંગરના ખેતરોને યોગ્ય ડ્રેનેજ સુનિશ્ચિત કરવા અને લણાયેલા પાકને કાપવા અને તેમને સુરક્ષિત, સૂકી જગ્યાએ સંગ્રહ કરવાની સલાહ આપવામાં આવી છે.


































