મહારાષ્ટ્રમાં ફરી એકવાર વાક્ય-ભાષણ વધી રહ્યું છે. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે સોમવારે મહારાષ્ટÙ વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર પર રાયગઢના અલીબાગમાં આદિવાસી પરિવારોની જમીન પર ગેરકાયદેસર રીતે કબજા કરવાનો આરોપ લગાવ્યો અને તેમને પદ પરથી હટાવવાની માંગ કરી. દરમિયાન, નાર્વેકરે આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે તેઓ રાઉત સામે માનહાનિનો દાવો દાખલ કરશે. વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે રાઉતના આરોપો તેમના પક્ષમાં બળવો થયા બાદ શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેના તેમના આદેશ સાથે સંબંધિત છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં, સંજય રાઉતે તેમના આરોપોની તાત્કાલિક અને સ્વતંત્ર તપાસની માંગણી કરી હતી. રાઉતે જણાવ્યું હતું કે વિસ્થાપિત આદિવાસી પરિવારોને તેમની મૂળ જમીન પર પુનઃસ્થાપિત કરવા જાઈએ, અથવા યોગ્ય વૈકલ્પિક રહેઠાણ અને વળતર પૂરું પાડવું જાઈએ.તેમણે કહ્યું હતું કે, “વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને પોલીસ વહીવટીતંત્ર આદિવાસીઓને ભગાડવા માટે બળનો ઉપયોગ કરી રહ્યા છે. જા આ અધ્યક્ષના દબાણ હેઠળ થઈ રહ્યું છે, તો નાર્વેકરને તાત્કાલિક તેમના પદ પરથી દૂર કરવા જાઈએ.” રાઉતે કહ્યું હતું કે પોલીસ અને મહેસૂલ વિભાગના અધિકારીઓની ભૂમિકાની તપાસ થવી જાઈએ.
શિવસેના (યુબીટી) રાજ્યસભાના સભ્ય રાઉતે આરોપ લગાવ્યો હતો કે નાર્વેકર અને તેમના કાઉÂન્સલર ભાઈ મકરંદ નાર્વેકર લાંબા સમયથી અલીબાગ તાલુકામાં મોટા પાયે જમીન ખરીદી રહ્યા છે, અને તેમણે ગરીબ આદિવાસીઓની જમીન પણ બક્ષી નથી.
રાઉતે કહ્યું, “મહાત્રોલી ગામમાં કાતકરી આદિવાસી પરિવારની જમીન પર ગેરકાયદેસર કબજા, તેમના ઘરને તોડી પાડવું અને આખા પરિવારને બેઘર બનાવવું એ મહારાષ્ટÙની છબી પર ડાઘ છે.” તેમણે દાવો કર્યો કે ૨૪ માર્ચ, ૨૦૨૪ ના રોજ અને તે પછીના દિવસોમાં, રાયગઢ જિલ્લાના અલીબાગ તાલુકાના મહાત્રોલી ગામના કાતકરી આદિવાસી વસાહત (વાડી) માં પેઢીઓથી રહેતા આશરે ૨૦ આદિવાસી પરિવારોના મકાનો ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા હતા અને તેમને બળજબરીથી વિસ્થાપિત કરવામાં આવ્યા હતા.રાઉતે કહ્યું કે ફેબ્રુઆરી ૨૦૨૪ માં, નાર્વેકરે તેમની પત્ની સરોજિનીના નામે ૧૫ એકર જમીન ખરીદી હતી. તેમણે આરોપ લગાવ્યો, “જ્યારે ખબર પડી કે જમીન પર આદિવાસી ઘરો બનાવવામાં આવ્યા છે, ત્યારે નાર્વેકરના એજન્ટ, દશરથ પાટીલ, એક મોટી ટોળા સાથે પહોંચ્યા અને પૂર્વ સૂચના વિના,જેસીબીનો ઉપયોગ કરીને આદિવાસી ઘરો તોડી પાડ્યા.”
સંજય રાઉતે કહ્યું, “જ્યારે આદિવાસી-કાતકારી પરિવારોએ વેદનામાં વિનંતી કરી, ત્યારે તેમને તેમના વસાહત (વાડી) થી બે થી ત્રણ કિલોમીટર દૂર બીજા સ્થળે જવાની ફરજ પાડવામાં આવી. કેટલાક પરિવારોને નાની રકમ આપવામાં આવી, જ્યારે અન્યને કંઈ મળ્યું નહીં. તેમને ધમકી આપવામાં આવી.







































