જામનગરના દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. વેસ્ટ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિ અને આગામી રાષ્ટ્રીય કક્ષાની કોસ્ટલ સિક્યુરિટી એક્સરસાઇઝને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા મેગા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઝિંદ્રા ટાપુ, માસુરા ક્રીક, જૂના-નવા બેડી બંદર અને રોઝી બંદર સહિતના વિસ્તારોમાં સુરક્ષા દળોએ સઘન ચકાસણી કરી.
જામનગર સેક્ટરની મરીન ટાસ્ક ફોર્સ અને બેડી મરીન પોલીસની ટીમોએ સંવેદનશીલ સાગરકાંઠા તથા ટાપુ વિસ્તારોમાં પગપાળા અને બોટ મારફતે પેટ્રોલિંગ કર્યું હતું. દરિયાઈ માર્ગે ઘૂસણખોરી, હથિયારોની હેરાફેરી અને નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરફેર જેવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા દળોએ ફિશ લેન્ડીંગ પોઇન્ટ, જેટીઓ, ઔદ્યોગિક સ્થાપનો તેમજ અવાવરું અને નિર્જન વિસ્તારોની તપાસ કરી હતી. દરિયાઈ વિસ્તારમાં કોઈ અજાણી બોટ કે શંકાસ્પદ હિલચાલ જાવા મળે છે કે કેમ તેના પર ખાસ નજર રાખવામાં આવી હતી.
મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડોએ માછીમારી વસાહતોની મુલાકાત લઈને માછીમારો સાથે સીધો સંવાદ કર્યો હતો. દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, અજાણી વ્યક્તિ કે અસામાન્ય હિલચાલ જાવા મળે તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા માછીમારોને અપીલ કરવામાં આવી હતી. દરિયાઈ સુરક્ષામાં સ્થાનિક માછીમારોનો સહયોગ પણ મહ¥વનો હોવાથી તેમને સજાગ રહેવા સૂચના આપવામાં આવી હતી.
એટીએસ અને કોસ્ટલ સિક્્યુરિટીના એડીજીપી અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડીઆઈજી એ.એમ. મુનિયા અને એસપી એસ.જે. પરમારના નેતૃત્વમાં જામનગર સેક્ટરના પીઆઈ ધરમવીર યાદવ તથા બેડી મરીન પોલીસની ટીમો પેટ્રોલિંગમાં જાડાઈ હતી. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા જામનગરના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં પણ સ્થાનિકોના સહયોગથી સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને સુરક્ષા ચકાસણી ચાલુ રાખવામાં આવશે.