અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષની ઉજવણી નિમિત્તે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર સ્નેહમિલન કાર્યક્રમો યોજાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ કાર્યકરોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. ધારી-બગસરા બેઠકનો કાર્યક્રમ ચલાલાની શ્યામવાડી ખાતે યોજાયો હતો, જેમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા. લાઠી-બાબરા બેઠકનો કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો, જેમાં ધારાસભ્ય જનક તળાવિયા જોડાયા હતા. સાવરકુંડલા-લીલીયા બેઠકના કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળા હાજર રહ્યા હતા. રાજુલા-જાફરાબાદ-ખાંભા બેઠકનો કાર્યક્રમ વઢેરા ખાતે વરૂડી માતાજીના મંદિરે યોજાયો હતો, જેમાં ધારાસભ્ય હીરા સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.