અમરેલીના બહારપરા વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષીય ખાનગી નોકરિયાત આશીફભાઇ ગફારભાઇ ડૈયા તા. ૨૨/૧૧/૨૬ના રોજ સાંજે ૧૮ઃ૪૫ વાગ્યે પોતાનું એક્ટિવા (નં. ય્ત્ન-૧૪-છત્ન-૦૩૦૨) લઈને જઈ રહ્યા હતા.આ દરમિયાન એક અજાણ્યા ફોરવ્હીલ ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને બેફિકરાઈથી, માનવજિંદગી જોખમાય તે રીતે ચલાવી ફરિયાદીના એક્ટિવા સાથે અથડાવી હતી. આ અકસ્માતમાં આશીફભાઇને જમણા પગે ગંભીર ઇજા થતા ફ્રેક્ચર થયું હતું, જ્યારે તેમની સાથે રહેલા સાહેદને પણ જમણા પગે ઇજાઓ પહોંચી હતી.




































