ઉના શહેરના ગાયત્રી મંદિરે દેવ દિવાળીના પાવન પર્વે ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને ગાયત્રી ગરબી મંડળ દ્વારા અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નકૂટમાં વિવિધ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. સવારે ૮ થી સાંજે ૭ વાગ્યા સુધી દર્શન ખુલ્લાં રાખવામાં આવતાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્‌યા હતા. ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગાયત્રી મંદિરમાં છેલ્લા ૩૧ વર્ષથી નવરાત્રિ મહોત્સવ અને દેવ દિવાળીએ અન્નકૂટ દર્શનની પરંપરા જળવાઈ રહી છે.