ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. રાજકીય પક્ષો પણ પોતપોતાના સોગઠા ગોઠવવા લાગ્યાં છે. ત્યારે હવે સત્તાધારી પક્ષ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે તો ક્્યાંક ભાજપના ધારાસભ્યોએ રાજનીતિમાં ચર્ચા જગાવે તેવા પણ નિવેદનો આપ્યાં છે.સુરત ગ્રામ્યની ઓલપાડ બેઠકમાં ભાજપનો જુથવાદ સામે આવ્યો છે. સ્નેહ મિલન સમારોહમાં ધારાસભ્ય મુકેશ પટેલએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ચાર વર્ષ મુકેશ પટેલ સારો લાગ્યો હવે સારો નથી લાગતો. તેમણે કહ્યું કે સુરત જિલ્લા પંચાયત સભ્ય બ્રિજેશ પટેલ કારોબારી અધ્યક્ષ ન બને તે માટે પણ ચિઠ્ઠી લખાઈ હતી. આ બધું બંધ થવું જાઈએ પોતાની લીટી ટૂંકી ના કરવી જાઈએ.
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રેતી માટી ચોરી કરનારા લોકો જ્યાં સુધી ભાજપમાં હશે ત્યાં સુધી બચાવ થશે. જે કઈ બોલું છું ડંકાની ચોટ પર બોલું છું, કોઈથી ગભરાઈને નથી બોલતો. રેતી માટી ચોરીને લઈ છોટાઉદેપુર સીઆઇડી ને તપાસ કરવા અરજી આપી છે.વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર ચૂંટણી નહી લડવાનું જાહેર કર્યું છે. સ્નેહમિલન સમારોહમાં કેતન ઈનામદારે ચૂંટણી ન લડવાની વાતને ફરી દોહરાવી હતી. કેતન ઈનામદારે કહ્યું કે ૨૦૨૭ ની ચૂંટણી હું નથી લડવાનો એ બાબતે હું મારી વાત પર અડીખમ છું પછી ઈશ્વરની ઈચ્છા. પંચાયતની ચૂંટણીને લઈ કાર્યકરો અને આગેવાનોને ધારાસભ્ય કેતન ઈનામદારની શીખામણ છે. તેમણે કહ્યું કે પંચાયતની ચૂંટણીમાં મનભેદ થાય તો મોટું મન રાખીને ચૂંટણી લડજા. તેમણે એવી પણ અપીલ કરી કે ચૂંટણીને કારણે ગામની એકતા તૂટે નહીં એ જાજા.







































