વિશ્વમાં ભારતનું પ્રભુત્વ વધી રહ્યું છે. ભારતની શક્તિ સતત વધી રહી છે. હવે, વૈશ્વીક રેન્કિંગ એજન્સીઓ પણ આ વાતની પુષ્ટિ કરી રહી છે. ભારત એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૬ માં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. પ્રતિષ્ઠિત ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક લોવી ઇન્સ્ટીટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલા એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૬ માં ભારતે ત્રીજા સૌથી શક્તિશાળી દેશ તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.
ભારતે રશિયા અને જાપાનને પાછળ છોડીને પોતાનું ત્રીજું સ્થાન મજબૂતીથી જાળવી રાખ્યું છે. ૨૦૨૬ ઇન્ડેક્સમાં ભારતનો પાવર સ્કોર ૪૦.૫ થયો છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન પહેલા અને બીજા સ્થાને રહ્યા છે, પરંતુ તેમની વચ્ચેનું અંતર ઓછું થયું છે. ચીન હવે યુનાઇટેડ સ્ટેટ્સની નજીક આવી ગયું છે.
એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતનું પ્રભુત્વ છે.રેન્ક કન્ટ્રી સ્કોરઃ ૧. યુનાઇટેડ સ્ટેટ્સ ૭૮.૯,૨. ચીન ૭૩.૬,૩. ભારત ૪૦.૫,૪. જાપાન ૩૮.૬,૫. રશિયા ૩૨.૨,૬. ઓસ્ટ્રેલિયા ૩૧.૭ પ્રતિષ્ઠિત થિંક ટેન્ક લોવી ઇન્સ્ટીટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બીજા ક્રમના સૌથી પ્રભાવશાળી પ્રાદેશિક નેતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૬ જણાવે છે કે ભારતનો રાજદ્વારી પ્રભાવ અકબંધ છે. રિપોર્ટ અનુસાર, નિષ્ણાતો પીએમ મોદીને ચીનના રાષ્ટÙપતિ શી જિનપિંગ પછી એશિયામાં બીજા ક્રમના સૌથી પ્રભાવશાળી પ્રાદેશિક નેતા માને છે.
એ નોંધવું જાઈએ કે વિશ્વ બેંક, ૈંસ્હ્લ અને છડ્ઢમ્ સહિત લગભગ તમામ મુખ્ય આગાહીકારોએ તાજેતરમાં આ વર્ષે ભારત માટે વૃદ્ધિનો અંદાજ વધારીને ૭% કર્યો છે. કોરિયા ઇન્સ્ટીટ્યૂટ ફોર ઇકોનોમિક પોલિસી ખાતે દક્ષિણ એશિયાના વડા કિમનો અંદાજ છે કે ભારત ૨૦૩૦ ની આસપાસ વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે.
લોવી ઇન્સ્ટીટ્યૂટનો એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૬ કુલ ૧૩૧ પરિમાણોના આધારે ૨૭ એશિયન દેશો અને પ્રદેશોને ક્રમ આપે છે. તેનો હેતુ એશિયામાં દરેક દેશની શક્તિ અને પ્રભાવનું મૂલ્યાંકન કરવાનો છે.










































