અમરેલી જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી તેજ કરતા તા. ૧૯ ના રોજ જાફરાબાદ અને રાજુલા વિસ્તારમાંથી કુલ ૩ શખ્સોને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસ વિગતો મુજબ, જાફરાબાદ મરીન વિસ્તારમાં સામાકાંઠા જૂની ફિશરીઝ ચોકી પાસેથી નારણભાઇ જેઠાભાઇ બાંભણીયા ઉર્ફે બાવસીદીવાળા (ઉં.વ. ૫૯) ને ૧ લિટર દેશી દારૂ (કિં.રૂ. ૨૦૦) સાથે ઝડપી લેવાયા હતા. જાફરાબાદ ટાઉન પોલીસે વઢેરા બસ સ્ટેશન પાસેથી સોમાતભાઇ રણસોડભાઇ ચૌહાણ (ઉં.વ. ૩૦) પાસેથી ૨ લિટર દેશી
દારૂ (કિં.રૂ. ૪૦૦) જપ્ત કર્યો હતો. જ્યારે રાજુલામાં પાણીની ટાંકી પાસેથી પ્રવિણભાઇ કરશનભાઇ ચુડાસમા (ઉં.વ. ૫૨) ને ૧ લિટર દેશી દારૂ (કિં.રૂ. ૨૦૦) સાથે પકડી પાડી પ્રોહિબિશન હેઠળ ગુના નોંધાયા છે.







































