ખાંભા તાલુકાના પાટી અને મોટા સરાકડીયા ગામે સુવિધાપથ રોડના નિર્માણકાર્યનું ધારાસભ્ય જે.વી. કાકડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ ચાવડા, તાલુકા પંચાયતના સદસ્ય શાંતિલાલ ઠુંમર, તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ સહિત બંને ગામોના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ રોડનું નિર્માણ થતાં ગામના લોકોને અવરજવરમાં સુવિધા મળશે તેમજ વાહનવ્યવહાર વધુ સરળ બનશે. ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ તરફ આ કામગીરી મહત્વપૂર્ણ બની રહેશે. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનોએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી.





































