અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ અને પ્રતિભાશાળી યુવાનોને પ્રોત્સાહન આપવાના હેતુથી આગામી ડિસેમ્બર માસમાં સરસ્વતી સન્માન સમારોહ-૨૦૨૬
યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં ધોરણ ૧૦, ૧૨, સ્નાતક, અનુસ્નાતક, બી.ઈ., એમ.ઈ., એમ.બી.એ., એમ.બી.બી.એસ., એમ.ડી., બી.એ.એમ.એસ., બી.ડી.એસ., પી.એચ.ડી. સહિતની શૈક્ષણિક લાયકાત મેળવનાર વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. આ ઉપરાંત વર્ગ-૧ અને વર્ગ-૨માં નિયુક્ત થયેલા, સરકારી એવોર્ડ મેળવનાર તેમજ સંગીત, કલા અને રમતગમત ક્ષેત્રે રાજ્યકક્ષાએ વિજેતા અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર પ્રતિભાઓ પણ અરજી કરી શકશે. અરજીપત્રક માટે અમરેલી સહિત સાવરકુંડલા, બાબરા, ખાંભા, લાઠી, વડીયા, કુકાવાવ, લીલીયા, બગસરા, દામનગર, ધારી, ચલાલા, જાફરાબાદ, રાજુલા અને ચિતલના નિયુક્ત આગેવાનોનો સંપર્ક કરવા જણાવાયું છે. જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તુષાર જોશી અને મહામંત્રી તેજસ ત્રિવેદીએ નિયત સમયમર્યાદામાં અરજી પહોંચાડવા અનુરોધ કર્યો છે.