ખાંભા તાલુકાના ખારી ખેરાળી ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈથી હંકારવામાં આવેલી નંબર પ્લેટ વગરની કારની ટક્કરમાં માસૂમ પૌત્રનું મોત નીપજ્યું છે, જ્યારે પુત્રને ગંભીર ઈજા પહોંચી છે. હનુમાનપુર રહેતા અને મજૂરીકામ કરતા ફરિયાદી ધનાભાઇ શામજીભાઇ વાઘેલા (ઉં.વ. ૪૮) એ અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, તા. ૧૮/૧૧/૨૦૨૬ ના સાંજે ફરિયાદીના પુત્ર ઘનશ્યામભાઇ, પુત્રવધૂ પાયલબેન, પૌત્ર દેવ અને સાળા દિનેશભાઇ બાઈક પર વડાલથી હનુમાનપુર આવી રહ્યા હતા. ખારી ખેરાળી ગામની વચ્ચે પહોંચતા સામેથી આવતી નંબર પ્લેટ વગરની કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં પૌત્ર દેવને માથામાં ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજ્યું હતું, જ્યારે ઘનશ્યામભાઇને ગંભીર ઈજા થઈ હતી. ચાલક કાર લઈ નાસી છૂટ્યો હતો.
































