જૂનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભાવનગર રેલવે મંડળ દ્વારા આઠ ટ્રેનોમાં વધારાના કોચ જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાંથી પસાર થતી ચલાલા-જૂનાગઢ મીટરગેજ ટ્રેન, ભાવનગર-વેરાવળ અને ભાવનગર-પોરબંદર ટ્રેનમાં એક-એક વધારાનો કોચ જોડાયો છે. વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ ૧૮થી ૨૬ નવેમ્બર સુધી આ સુવિધા મળશે. પરિક્રમામાં ઉમટતા લાખો શ્રધ્ધાળુઓને મુસાફરીમાં અગવડ ન પડે તે માટે રેલવે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.