વડિયા તાલુકાના નવા ઉજળા ગામે વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમિકની પુત્રીનું લલચાવી-ફોસલાવી અપહરણ કરાયાની ઘટના સામે આવી છે. હાલ નવા ઉજળામાં ચંદુભાઇ વિઠ્ઠલભાઇ કાવઠીયાની વાડીએ રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની અને શ્રમિકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, આરોપી રણજીતભાઇ મોહન (રહે. દેવધા, તા. કુક્ષી, જિ. ધાર) ફરિયાદીની પુત્રીને લલચાવી-ફોસલાવી અને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. વડિયા પોલીસ મથકના અના. એ.એસ.આઇ. બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.