રાજુલા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્‌યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમે રાજુલા પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં. ૨૨૮/૨૦૦૫, આઇ.પી.સી. કલમ ૩૬૩ અને ૩૬૬ મુજબના ગુનામાં વોન્ટેડ રમેશ ઉર્ફે રામવિલાસ રામબેલાસ યાદવ (ઉ.વ. ૪૦, રહે. બબનોટી શંકરપુર, જિ. બહરાઇચ, ઉત્તરપ્રદેશ)ને ટેક્નિકલ સોર્સ અને બાતમીના આધારે પકડીને આગળની કાર્યવાહી માટે તેને રાજુલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.