સાવરકુંડલા શહેરના ભુવા રોડ પુલ પર જાહેર માર્ગમાં ટ્રાફિકને અડચણ અને જોખમ થાય તે રીતે ફ્રુટ ભરેલી રીક્ષા તથા લારી રાખનાર બે વેપારીઓ સામે સાવરકુંડલા ટાઉન પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસ વિગતો મુજબ, તા. ૧૯/૧૧/૨૦૨૬ ના રોજ બપોરે ૩ઃ૩૦ થી ૩ઃ૪૫ વાગ્યા દરમિયાન ભુવા રોડ પુલ પર ફ્રુટ ભરેલી રીક્ષા અડચણરૂપ રાખવા બદલ કાસમભાઇ હસનભાઇ હીંગોરા (ઉં.વ. ૫૫) સામે કાર્યવાહી કરાઈ છે. ત્યારબાદ બપોર દરમિયાન તે જ સ્થળે ફ્રુટ ભરેલી લારી જોખમરૂપ રીતે રાખવા બદલ મુનાભાઇ રવજીભાઇ પરમાર (ઉં.વ. ૩૫) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.































