દામનગરના નારાયણનગર ગામે ગાળો બોલવાની ના પાડતાં માતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. દક્ષાબેન નરેન્દ્રભાઈ ઉર્ફે નટુભાઈ ચૌહાણ (ઉં.વ.૫૫)એ ઝરીનાબેન ગફારભાઈ બિલખિયા, અફઝલભાઈ ગફારભાઈ બિલખિયા અને વિજયભાઈ ઉર્ફે ટાઈસન અમુભાઈ કલાડિયા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, ત્રણેય આરોપીઓ તેમના ઘર પાસે જાહેરમાં ગાળો બોલતા હતા. દક્ષાબેને આરોપીઓને ગાળો બોલવાની ના પાડતાં, ઉશ્કેરાયેલા આરોપીઓએ દક્ષાબેન, તેમના દીકરા તથા સોસાયટીના અન્ય રહીશોને ગાળો ભાંડી હતી. ઉપરાંત, માતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. એ. ચારોલા વધુ તપાસ કરી રહ્યા છે.