અમરેલીમાં ‘ફટાકડા તો અહીં જ ફૂટશે, તારાથી થાય તે કરી લે’ તેમ કહી ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે પાર્થભાઈ ચંદુભાઈ થળેસા (ઉં.વ.૨૫)એ સત્યજીત બોરીચા ઉર્ફે સતુ કાઠી, મોહિતસિંહ બસન અને પ્રિન્સ ગઢતરા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેઓ મંગળાબેન બાલમંદિર પાસે ફટાકડા ફોડતા હતા ત્યારે ત્રણેય આરોપીઓએ ત્યાં આવીને ફટાકડા ફોડવા બાબતે તેમને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપી હતી. ઉપરાંત, ‘ફટાકડા તો અહીં જ ફૂટશે, તારાથી થાય તે કરી લે અને બંદૂકના ભડાકા કરવા પડશે’ તેવી ધમકી આપી હતી. આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ. બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.